હું છું છત્રી વાળો
હું છું છત્રી વાળો
હું છું છત્રી વાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો
નાની, મોટી, ફેશનેબલ છત્રીઓ લઈ આવ્યો
વરસાદની મોસમ છે
ભાઈ લઈ લો છત્રી એક
બાળકો માટે છત્રીઓ
મુંબઈથી લાવ્યો રે છેક
છત્રીઓ જોઈને બાળકોમાં આનંદ છવાયો
હું છું છત્રી વાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો
બાળકો,યુવાનો આવો,
આવો દાદા અને દાદી
લઈ જાવો છત્રીઓ તમે
ફેશનેબલ અને સાદી
લેતા જાજો રે આજે ફેશની વાયરો વાયો
હું છું છત્રી વાળો રંગબેરંગી છત્રીઓ લાવ્યો