STORYMIRROR

Kalpesh Vyas

Fantasy Thriller

3.8  

Kalpesh Vyas

Fantasy Thriller

હરણી અને સાવજનો પ્રેમ

હરણી અને સાવજનો પ્રેમ

1 min
27.5K




ઝુંકાવીને નજર પ્રેમનો સ્વિકાર કરી ગઈ,

હરણી પણ સાવજનો શિકાર કરી ગઈ,

રાજાને પણ સાવ જ નક્કામો કરી ગઈ,

પ્રેમની તાકતથી આખી બાજી ફરી ગઈ,


જંગલમાં કાહારી પ્રાણીઓના પણ, હવે શાંતિ થવા લાગી,

હવે તો સાવજની ગુફામાંથી પણ, ગઝલો સંભળાવા લાગી,


સાવજ નો મીજાજ પણ બદલાએલો જણાયો,

લુચ્ચો શિયાળ પણ એ સાંભળી હેરાન જણાયો,


સમજાયું કે બંધ થવાની હતી, એની ચલાકીની દુકાન,

એ ગયો સિંહની ગુફામાં, અને ભર્યા એણે સિંહણનાં કાન,


ગુસ્સે ભરાઈને સિંહણે એ હરણીનો જ શિકાર કરી લીધો,

સિંહ સામે પોતે જઈને આ વાતનો સ્વિકાર કરી લીધો,


વનરાજ હોવા છતા સિંહ પોતે કંઈ કરી ના શક્યો,

ન્યાય-અન્યાયનો ફેસલોં, એ ખુદ કરી ના શક્યો,


આ બધામાં શિયાળ પોતાની બાજી મારી ગયો,

ચાલાકી જીતી ગઈ અને પ્રેમ ફરી એકવાર હારી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy