હરણ
હરણ
ડુંગરે દોડતા હરણિયા
શિકારી જોઈને મરણિયાં,
નિ:સહાય ભાસતા દયામણા
બન્યા કેવા વ્યાધ અળખામણા,
વનમાં મૃગલા તૃણ કાજ વિચરતા
મનમાં અહેડી સપડાવવું વિચારતા,
ભરી હરણફાળ ખૂની ખાળિયા
આશમાં પારધી બનશે પાળિયા,
જોઈ જીવાંતક મૃગબાળ ફફડતા
આણી દયા અરિ બાળ થશે રખડતા,
નીરખી મૃગજળ ચાલ્યા તૃષા ટાળવા
અંતે હાંફ્યા હારી રેત દિલ બાળવા,
ડુંગરે દોડતા હરણિયા ભોળિયા
બનવા બિચારા કાળના કોળિયા.