હ્રદયકમળ
હ્રદયકમળ
આજ મારા હૃદય કમળને
ઢંઢોળી ને જગાડયું.
કે તું નિંદ્રાધીન છે કે
જાગૃત અવસ્થામાં છે...?
હવે જાગજે મારા હૃદયકમળ,
હવે કોઈની પણ રાહ રહી નથી,
જિંદગીની દરેક સુનહરી પળો
માણી લીધી...
તડકી છાંયડી પણ જોઈ લીધી,
કોઈ આશા હવે રહી નથી બાકી,
કોઠે પડી ગયો છે આ સંસારનો નિયમ, રીતરીવાજો,
એકલા આવ્યા એકલા જવાનું છે,
શાની છે દુનિયાની મોહમાયા...
સોડ તાણીને સૂતેલા મારાં
હૃદય કમળ તું જાગજે,
અંતિમચરણમાં ઝાઝા જુવાળ...!
