હોળીના રંગમાં…
હોળીના રંગમાં…
રંગજો રંગજો રે હોળીના રંગમાં
ઝૂમજો ઝૂમજો રે હોળીના રંગમાં
ફાગણના ફાગ છેટહુકાના રાગ છે
ઝીલજો ઝીલજો રે કુદરતનાં ગાન
હોળીના રંગમાં વાસંતી વાંસલડી
નાચંત સાહેલડી છેડજો છેડજો રે પાવાના સૂર
હોળીના રંગમાં મીઠા વગડાના વ્હાલ
ભેરુ ઊડાડો ગુલાલ વગાડો વગાડો રેઢમઢમ ઢોલ
હોળીના રંગમાં ધાણી ખજૂર છે
સ્નેહના શકુન છે નાચજો નાચજો રે ભૂલીને ભાન
હોળીના રંગમાં તમે કેસૂડાના રંગઝૂમે જગનો ઉમંગ
રંગજો રંગજો રે ભર્યા વસંતના દરબાર હોળીના રંગમાં

