હિસાબ
હિસાબ
સૂરજ પોતે આપેલ પ્રકાશનો હિસાબ ક્યાં માગે છે,
ઈશ આપેલ શ્ચાસનો હિસાબ ક્યાં માગે છે.
ચંદ્ર એની શિતળતાનો હિસાબ ક્યાં માગે છે,
ફૂલ એની સુંગધનો હિસાબ ક્યાં માગે છે.
વૃક્ષો ઓક્સિજનનો હિસાબ ક્યાં માગે છે,
વનસ્પતિ એની ઔષધિનો હિસાબ ક્યાં માગે છે.
ફળ એની મિઠાશનો હિસાબ ક્યાં માગે છે,
અનાજ આપેલ શક્તિનો હિસાબ ક્યાં માગે છે.
પક્ષીઓ એમના નિનાદનો હિસાબ ક્યાં માગે છે,
પાણી તરસ છુપાવ્યાનો હિસાબ ક્યાં માગે છે.
ભાવનાથી ઘવાયેલા એનો હિસાબ ક્યાં માગે છે,
ગુરૂ આપેલ જ્ઞાનનો હિસાબ ક્યાં માગે છે...
