STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Fantasy Thriller

3  

Vrajlal Sapovadia

Abstract Fantasy Thriller

હે સિતારા

હે સિતારા

1 min
351

હે તારા ! હું, અચળ ચળકીલો રખે આપ જેવો ! 

એકાંતે ના, લટકવું મને વૈભવે ભાવ કેવો ? 


જોતાં જોતાં, નયન નમણા બીડતાં રાત જામી 

જાણે મોટાં, મુનિવર તણાં વેશ ધારી અકામી,


જોયાં પાણી, જગત પર કાંઠે વહેતાં વહાણો 

સ્નાને સ્નાને, અવસર પરે પ્રેમ ઢોળી ફસાણો,


લીલાં લીલાં, મધુર મધુરાં બીડ ઘાંસે છવાયા

ઠંડી ઠંડી, પવન લહરે હિમ બાઝે સવાયા,


ના રે મારે, ખપત નથી એવાં ઉછીના સમાની 

પ્રેમે ખોળે, શયન કરી હું તો હવે છું ગુમાની,


માં તું હૈયે, હરખ થકી લેજે મને એક વારે 

જાગી મીઠી, જીવનભર તારી કને ટેક મારે,


આપે ના જો, વર અમર થાવું મને એક વારે 

છાતી તૈયાર મરણ મને તો ભલે ટેક મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract