STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

હૈયે પ્રકટ્યો તમારો પ્રેમ હૈયે

હૈયે પ્રકટ્યો તમારો પ્રેમ હૈયે

1 min
392


હૈયે પ્રકટ્યો તમારો પ્રેમ

હૈયે પ્રકટ્યો તમારો પ્રેમ, પ્રેમ ના ખૂટે કદી એ !

પ્રતિપળ પ્રબળ બને છે પ્રેમ, પ્રેમ ના ખૂટે કદી એ !

પૂજા તમારી દિનરાત ચાલે,

રોમરોમ તમને રટી રહ્યું વ્હાલે;

સેવે તનમન તો, જીવની જેમ. 

પ્રેમ ના ખૂટે કદી એ ! ... હૈયે.

કાળ તેમ સ્થળથી કદીયે રંગાય ના

સુખદુઃખ પામીને કદીયે નંદાય ના

ભૂલે સ્વપ્ને તમોને કેમ ? 

પ્રેમ ના ખૂટે કદી એ ! ... હૈયે.

અમૃતની ધારથી અંતરને ભીંજવે,

જડને જીવાડે ને રડતાંને રીઝવે;

નેહનો એનો સ્વાભાવિક નેમ.

પ્રેમ ના ખૂટે કદી એ ! ... હૈયે.

કોટિકોટિ ધારામાં વરસે છો પ્રેમ એ,

મારા-તમારાને વિસરે છો છેવટે

‘પાગલ’ જીવે જીવાડો તેમ

પ્રેમ ના ખૂટે કદી એ ! ... હૈયે.

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics