STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

જાગૃતિ

જાગૃતિ

1 min
409


ખરે અજ્ઞાન નિદ્રાથી હૃદય મારું ગયું જાગી,

થઈ આખર રહ્યું છે એ તમારું એક અનુરાગી ... ખરે.

તમારી એક જડ ચેતન મહીં વીણા રહી વાગી,

સુણે કોઈક જ્ઞાન ગીત તેનું ભ્રાંતિને ત્યાગી;

સુણ્યું સંગીત પ્રાણે ને થયો છે સત્વર સુહાગી ... ખરે.

તમારું ધ્યાન નિશદિન મનતણી વૃત્તિ બધી ધારે,

તમોને અર્ધ્ય આપે પ્રાણ, અમૃત આંખડી ઢાળે;

ટળી ચિંતા, ઉપાધિ મટી, બધી ભ્રમણા ગઈ ભાગી ... ખરે.

થઈ ‘પાગલ’ તમારા સ્નેહના સરવર મહીં ન્હાઉં,

ભલે ભવના ભવો લગ તમારાથી દૂર ના થાઉં,

કૃપા કેવળ તમારી જિંદગીમાં મેં સદા માગી ... ખરે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics