જીવ તું સવેળા હવે શરણું લઇ લે,
જીવ તું સવેળા હવે શરણું લઇ લે,
જીવ તું સવેળા હવે શરણું લઇ લે,
સાગરને તરવા હવે શરણું લઇ લે.
તર્ક વિતર્કનાં તાળાંને તોડી
ભૂતાવળો બધી ભ્રમણાની છોડી,
હંકાર હોડી રે, શરણું લઇ લે ... જીવ તું
મનની મિલ્કત ચારુ ચરણોમાં ઢાળી,
દિલને દે માત્ર સુધા સ્વરૂપે જ વારી;
રોમ રોમ ધારી રે, શરણું લઇ લે ... જીવ તું
ભક્તિ ને ભાવની ધૂણી જગાવી
શ્રદ્ધાનાં હમેંશા હલેસાં લગાવી,
તનને તપાવી રે, શરણું લઇ લે ... જીવ તું
કરશે વિલંબ પછી લેશ પણ નાથ ના,
ખામી રહેશે નહીં તારા ઉદ્ધારમાં,
અનુભવ બોલ છે આ, શરણું લઇ લે ... જીવ તું