Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

તમારા મુખમાં સ્વર્ગ સમાયું

તમારા મુખમાં સ્વર્ગ સમાયું

1 min
237


તમારા મુખમાં સ્વર્ગ સમાયું...

વસી તે મહીં કૈવલ્ય રહ્યું, 

ખૂબ મને તે ભાવ્યું;

વૈકુંઠ રમે રાસ રોજ ત્યાં, 

ભક્ત જનોએ ગાયું... તમારા.

પરમશાંતિનું ધામ ખરેખર, 

જોતાં મન મોહાયું;

આનંદ તણા ઊડે ફુવારા,

સુધા સરોવર સારું... તમારા.

તીર્થ સકળ ત્યાં ટોળે મળિયાં,

કલ્પવૃક્ષ શું ન્યારું;

સિદ્ધિ સદન પ્રેમરસ મંડિત,

રતિ કરતાંય રુપાળું... તમારા.

જોતાંવેંત જ તાપ ટળે ને, 

સાંપડતું સુખ ન્યારું;

અંતરનાં તોડી દે તાળાં,

અંધારે અજવાળું... તમારા.

તે જ વર્ણવી શકે હોય જે, 

રસમાં લેશે ન્હાયું;

સત્વર કરો કૃપા મનડુ હો,

એ મુખમાં જ સમાયું... તમારા.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Classics