STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics Others

જોને જરી વિચારી આજ,

જોને જરી વિચારી આજ,

1 min
310


જોને જરી વિચારી આજ, મોંઘુ જીવન ચાલે છે !

દિવસે દિવસે થાયે ખાલી, તારી જીવન અમૃત પ્યાલી,

તેનો સ્વાદ લઇને મ્હાલી, મોંધુ જીવન ચાલે છે ... જોને

દુર્લભ દેવોને આ કાયા, એવા એના ગુણ ગવાયા,

એથી કૈંયે પ્રભુને પાયા; મોંધુ જીવન ચાલે છે ... જોને

આ સંસાર તણી છે શાળા, મનની ફેરવ એમાં માળા,

સર્વે દળદર મટશે તારાં, મોંધુ જીવન ચાલે છે ... જોને

સત્ય દયા ને સેવા ભજને, કૂડા વિકાર મનના તજને,

સાચો બન મન કરમે વચને, મોંધુ જીવન ચાલે છે ... જોને

આવી કંચન જેવી કાયા, એથી તોડી બંધન તાળાં,

મેળવ શાશ્વત શાંતિ ધારા, મોંધુ જીવન ચાલે છે ... જોને

'પાગલ' પ્રભુની પાછળ બનતાં, પ્રભુને શ્વાસે શ્વાસે જપતાં,

કરજે દર્શન પ્રેમે તપતાં, મોંધુ જીવન ચાલે છે ... જોને


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Classics