ફાગણિયો લહેરાયો
ફાગણિયો લહેરાયો
વસંતી વાયરા સાથે ફાગણિયો લહેરાયો,
કેસરિયો રંગ ધરી કેસૂડો ખૂબ હરખાયો.
વન - વગડાના અંગે-અંગમાં લાગી આગ,
ફૂલડાંએ મહેંક પ્રસરાવી ને ઋતુરાજ વધાયો.
ખીલી ઉઠ્યું આંબાવાડિયું મરવા - અંકુર જોઈ,
પાદરની વનરાજીમાં કોકિલ ટહુકો છવાયો.
સ્નેહના રંગમાં હિલોળે ચડ્યું આખું યૌવન,
બાળુડામાં પિચકારી સંગ હોળી પર્વ ઉજવાયો.
ઢમઢમ ઢબુકી ઉઠ્યા ઢોલ-નગારાના તાલ,
હરખની હેલી સાથે આખા ગામમાં ફાગ ગવાયો.
કરી દીધી વેર-ઝેર ઇર્ષ્યા ને નફરતની કતલ,
ખજૂર ,ધાણી સંગ હર દિલમાં વસંતનો ઉમંગ ફેલાયો.
