માવડી
માવડી
આવે મુશ્કેલી જીવનમાં સાથ હોય,
અવનવી વિકટ પરિસ્થિતિમાં સંગાથ હોય.
પોતાનું દર્દ ન જોતાં સંતાનની સાથ હોય,
સંતાનની ખુશીમાં તેની ખુશી હાથ હોય.
દુનિયામાં અલગ અને અખૂટ એનો સ્નેહ હોય,
સંસારમાં કોમળ અને પવિત્ર એનો દેહ હોય.
સાગરના તળિયાથી પણ ઊંડી એની મમતા હોય,
બધું સહન કરી લેવાની એનામાં સમતા હોય.
આકાશના તારાથી પણ ઊંચી એની સૃષ્ટિ હોય,
સંતાનને લાડ પૂર્વક સાચવવાની એની દૃષ્ટિ હોય.
સંતાન માટેની એક અનોખી ચિંતા હોય,
સરિતાથી પણ અનેરી એની ભિન્નતા હોય.
ઘર્મ અર્થ અને કામને જોડનારી એક મા હોય,
ઘર અને પરિવારને સંભાળનારી એક મા હોય.
