આવ્યો
આવ્યો
ફાગણને આંગણ આજે હોળીનો તહેવાર આવ્યો,
રખેને કૃષ્ણને વળી રાધાને રંગવાનો વિચાર આવ્યો,
ફૂલગુલાબી ઠંડી ગઈને ઊનાળાનો આસાર આવ્યો,
કેસૂડો આજે પૂરબહારે પિચકારીનો પ્રહાર આવ્યો,
શકેને હરિને આજે પ્રહલાદનો એક ઉપચાર આવ્યો,
હોલિકાનું વરદાન વિફળ ભક્તને આધાર આવ્યો,
ચોરેચૌટે હોલિકાદહનના આયોજનનો દીદાર આવ્યો,
પ્રભુ પણ થૈ પ્રસન્ન રક્ષવાને ભક્ત ઉદાર આવ્યો,
ન્હોતો ડરમાત્ર પ્રહલાદને શામળિયા સરકાર આવ્યો
હરિ પણ રીઝ્યા કેવા કે એકે બની હજાર આવ્યો.
