આંધીનું તોફાન
આંધીનું તોફાન
આંધીનું તોફાન વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું,
વિનાશ, પ્રલયનું ઈશ્વરે જગતમાં તારણ કર્યું.
બર્ગર, પીઝામાં દેશી રોટલો, ચુંરમું ખોવાયું,
રોગોને આમંત્રણ આપીને ખુદનું મારણ કર્યું.
ઉછળતા મોજા દરિયાને સંદેશો પહોંચાડે કે
ખારાશથી ભર્યા જળમાં મીઠાનું ગારણ કર્યું.
મહામારીનું સંકટ હજી તો શરૂ થઈ રહ્યું ત્યાં,
આંધીનું અવતરણ પાછળનું કોઈ કારણ કર્યું.
મુશ્કેલીઓ ચારેતરફ ફેલાવીને આતંક મચાવે,
શ્વાસની ઝખનામાં માણસે મોતનું મારણ કર્યું.
ઈશ્વર એક વાત કહીને સમજાવે છે,હે ! મનવા,
કળિયુગ કોઈ કોઈ નહિ રહે એવું સારણ કર્યું.
