એક કવિતા
એક કવિતા
અંતર મને હજારો લાગણીઓ ને એક કવિતા
સુખ દુખના ભાવ સાથે લખાય એ ભાવગીતા
શબ્દોના મેહરામણ જામે, થાય ઉત્સવોની રમઝટ
કદી લાગે વિસામો શબ્દથી, કદી લાગે ઝટકો ફટ
અનંત વિચારોનું લાગણીસભર સંક્ષિપ્ત રૂપ
વીણાયેલા મોતી જેવા શબ્દોનો હાર બનાવશે નૃપ
કવિતા કરવી એમા સૌનો મેળ નો પડે
શબ્દોને ચીતરવા અનુભવોને ઘસવા પડે
થાય મનમાં સ્પંદન તોજ સ્ફુરે હોં કવિતા
અસંખ્ય જાણીતા કાવ્યો છે ભારતની અસ્મિતા
ડુંગર જેવડું સુખ હોય કે હોય દુઃખની ખાઈ
ક્યારેક કરે આબાદ ક્યારેક મચાવશે તબાહી
બુંદ બુંદ છલકશે કવિતા રૂપી આ સ્યાહી
મીનું આપે સૌને 'વિશ્વ કવિતા દિવસ'ની બધાઈ
