Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Trupti Gajjar

Classics Others

4  

Trupti Gajjar

Classics Others

બંધ મકાન

બંધ મકાન

1 min
359


વર્ષોથી એમ જ ખાલી પડ્યું છે આ બંધ મકાન,

કંઈ કેેટલીય યાાદો સમેટીને ઊભું આ બંધ મકાન.


છોડી માળો પોતાનો પંખી ચાલ્યા નવા ઠેકાણે!

પાછા ફરવાની એની રાહ જોતું આ બંધ મકાન.


હતી શી જાહોજલાલી ને શા હતા ઠાઠ એનાં,

આજે જર્જરિત દશામાં સડતું આ બંધ મકાન.


ઉભરાતું હતું કેવું હંમેશા જે માનવ મેદનીથી!

આજે એકાંકી હાલતમાં તરફડતું બંધ મકાન.


સજાવ્યું હતું જેણે પ્રેમથી ને લાગણીથી સદાય,

આજ એ જ લોકોને ફરી ઝંખતું આ બંધ મકાન.


Rate this content
Log in