STORYMIRROR

Deviben Vyas

Classics Fantasy

4  

Deviben Vyas

Classics Fantasy

મહેચ્છા

મહેચ્છા

1 min
226

મંગલમયી મંગલ તણું કરવું ભ્રમણ,

અંતર ઉઘાડીને હવે કરવું રટણ.


ભોમે ચરણ જડતાં નથી આભે ઉડું,

વિચારણા જોડું ભલે,હો તે કઠણ.


વાહક બનું પૃથ્વી તણો,સંદેશ લઇ,

સંકેત એલીયન તણો કરતાં વરણ.


મન બુદ્ધિને કામે લગાડી આજથી,

અભિયાન એ મંગલ તણું સુંદર તરણ.


માનવ ભલે છું ભૂમિનો,છું તેજધાર,

ધારી લઉં કરવાં સફળ એ ઉત્તરણ.


છે શક્તિ મારામાં ભરેલી એટલી,

અવકાશમાં દોડી રહે મારા ચરણ.


એ પુત્ર છે આ ભૂમિનો,શાસ્ત્રો કહે,

સાબિત કરું હર સત્યનું પકડી શરણ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics