Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chirag Narola

Classics Inspirational

4.5  

Chirag Narola

Classics Inspirational

ફાગણ પ્યાલો !

ફાગણ પ્યાલો !

1 min
263


ફાગણ પ્યાલો અંબર પરથી

વિધ રંગોનો છંટકાવ કરે !

કોઈ લાલ-પીળો, કોઈ ફૂલ ગુલાબી,

કોઈ હરિયાળો રંગ ધરે !


મહુડા મ્હોર્યા, આંબા કોળ્યાં

ફોરતો ફાગણ વ્હાલ કરે !

કોઈ ઘેઘૂર ઘટામાં તન છુપાવી

મધરો મધરો ટહુકાર કરે !


ભાટ કસુંબલ કેસૂડો, આ

ફાગણના ગુણગાન ભરે !

સીમ સીમાડા, વન, પહાડો

સૌ કેસરિયાળો ભેખ ધરે !


રાગ, દ્વેષ, મનમોહ સકળ આજ

હોરીને સંગ, ભસ્મ બળે !

લઈ પિચકારી રંગ ઘેરૈયાઓ

ભીંજવે તન, મન નેહ ચડે !


અબીલ-ગુલાલ કેરા રંગ ઉડે

આબાલવૃદ્ધને ઉમંગ ચડે !

રોમ રોમમાં જોમ ચડે, જ્યાં

વસંતી ફાગ, ચિત્કાર કરે !


Rate this content
Log in