Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Narola

Inspirational

4.5  

Chirag Narola

Inspirational

રંગવા લાગે છે !

રંગવા લાગે છે !

1 min
240


એક રંગારો લઈ રંગોને, સૌને રંગવા લાગે છે

ભીતર ભરી છે શુષ્કતા, ને સૌને ભીંજવવા લાગે છે,


કેટલાંય રંગોથી રંગી લ્યો, આ આલિશાન મહેલો, પણ

મહીં ઝૂલતો ખાલીપો, છતાંય ડંખવા લાગે છે,


ઠેર ઠેર આ ધરા પર, વેરાયા છે રંગો વસંતના

પાનખરની ભાળ મળે, આ રંગો પણ ઓસરવા લાગે છે,


ઘરડાં થવાનું છે ભૂલીને, તું જુવાનીના રંગે રંગાય છે

કળ વળે જ્યારે જિંદગીની, ને જુવાની ઢળવા લાગે છે,


લીલી છે ઘટાઓ, એટલે જ અભેદ્ય છે 'ચિરાગ'

શુષ્કતાથી ભીંજાયેલ સઘળું, ભડકે બળવા લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational