હયાતી નથી
હયાતી નથી
1 min
452
સત્યની ગુંચવણ હવે ઉકેલાતી નથી
જૂઠની સહજતા પણ સંકેલાતી નથી
આંખોમાં આંસુ છે, ને હસી રહ્યાં છો
આ તરકીબ અમને, સમજાતી નથી
કહી દો કે, એકલતા હવે ખૂંચી રહી છે
છાની હકીકત, કંઈ ચહેરે છુપાતી નથી
મયખાનાની મુલાકાત, સર કરી ગઈ છે
જામની બેઅદબી, રોજ સહેવાતી નથી
આખરે સમજ્યા પણ ખરા, તો ક્યારે !
'ચિરાગ'ની જ્યારે અહીં હયાતી નથી
