Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Maheshwari

Abstract Classics Inspirational

4  

Daxa Maheshwari

Abstract Classics Inspirational

ડિયર જિંદગી

ડિયર જિંદગી

1 min
234

ક્ષણો અને પળો તો સૌને મળ્યા છે સરખા;

કોઈ જીવ બાળે ને કોઈ અજવાળે છે જિંદગી.

પડીને પોતે ઊભા થવાની બસ હિંમત જોઈએ;

ધક્કો મારીને જ તો તને ઉઠાડે છે જિંદગી.

તારી આ જંગમાં બસ તું જ છે સથવારો તારો;

હાર જો ન માને તો ખુદ જીતાડે છે જિંદગી.

જાગીને જો તો હકીકત છે ઘણી વરવી;

છતાં કેટલાય મધુર સ્વપ્ન દેખાડે છે જિંદગી.

ઊડે ભલે ઊંચે આકાશમાં રાખજે પગ ધરા પર;

પહોંચાડી ઊંચા શિખરે, નીચે પાડે છે જિંદગી.

ગુમાનમાં તું કદી તારૂં સ્વમાન ના ખોઈ બેસજે;

રાજા હોય કે રંક, સાચું સ્થાન બતાવે છે જિંદગી.

મોતને મળીને જીવતાં શીખવાડી દીધું;

જોઈએ હવે કેટલા પળ જીવાડે છે જિંદગી.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract