મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
જેનો જન્મ થયો છે એનું મૃત્યુ છે ચોક્કસ
જીવી લો જીવનને સારું, જીવન મળે છે એક વખત,
જે જીવ્યો છે સારું એનું મૃત્યુ થાય છે સફળ
સફળતા પામવા માટે સારા સત્કર્મનો આધાર,
એકબીજાને મદદ કરવી, માનવતાનો છે એ આધાર
મૃત્યુ સમીપ આવતા માણસ ના બની શકે લાચાર,
મૃત્યુ પછી જીવન છે ? આ ચર્ચા બહુ ચાલશે
મૃત્યુ પછી તો દેહ પંચતત્વોમાં વિલીન થશે,
જીવ ક્યાં જશે એની કોઈને નથી ખબર
આત્માથી પરમાત્માનું મિલન મૃત્યુ પછી થશે,
જીવન દરમિયાન પણ ઈશ્વર પ્રાપ્તિ કરી શકાય
ઈશ્વરને સમજો તો માનવું જીવન થયું સફળ,
મૃત્યુ પછી પણ જીવન છે એ તર્ક પણ માની લેવું
નવો દેહ, નવું ખોળિયું મૃત્યુ પછી મળશે જીવને,
ગીતામાં પણ કહ્યું છે કે પુનઃ જન્મ, પુનઃ મરણ
જન્મ મૃત્યુનું ચક્કર છે, મૃત્યુ પછી પણ જીવન છે.
