આઝાદી
આઝાદી
આઝાદ છે દેશ આપણો, પણ ગુલામી અંગ્રેજીની છે
માતૃભાષાનું મહત્વ સમજાય તો એ આઝાદીનું મહત્વ છે,
નથી મળી આઝાદી સહેલાઈથી, કંઈક બલિદાનો સત્યાગ્રહ થયા
મહત્વ સમજો સ્વતંત્રતાનો, તો એ આઝાદીનું મૂલ્ય છે,
લાઠી બંદૂકની ગોળી ખાધી, દેશ માટે કારાગાર અને ફાંસી મળી
સ્વચ્છંદતાથી જીવશો તો એ ચોક્કસ પતનનો માર્ગ છે,
આઝાદી ટકાવવા માટે, આપણા દેશને વફાદાર બનો
બદલાવ લાવો આચારમાં, તો આઝાદીનો સાચો અર્થ છે.
