STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Classics Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Classics Inspirational Others

ભીંજવે છે નાથ

ભીંજવે છે નાથ

1 min
338

જા નથી રમવું, કરી છણકો, સખીએ રંગ ઢોળ્યાં,

કેમ સાંધું મીઠડો ઝડકો ! સખીએ રંગ ઢોળ્યાં.


કાં સદા મારે જ નમવું ! માન ને અપમાન ભૂલી,

આત્મસન્માને કરી રણકો, સખીએ રંગ ઢોળ્યાં.


છોડને જૂના ખયાલો તું સકલ, અબળા નથી હું, 

એ દઝાડે છે થઈ તડકો, સખીએ રંગ ઢોળ્યાં.


દિલ તણી છે ઝંખના કો' ભીંજવે ભીતર ભળી જઇ,

ના મનાતી વટ તણો કટકો, સખીએ રંગ ઢોળ્યાં.


કેમ પાછી વાળવી ! મનમાં વિચારી દોટ દીધી,

હેત ભાળી ભૂલતી ચટકો, સખીએ રંગ ઢોળ્યાં.


રંગ છલકે આજ ઉર આંગણ, ઉભયને ભીંજવે ક્ષણ,

વાદ ખોટા નો થયો ભડકો, સખીએ રંગ ઢોળ્યાં.


'શ્રી' વધાવે રંગ શુભ ભાવો તણાં, છોડી મમત સૌ, 

ભીંજવે છે નાથ, કાં છટકો? સખીએ રંગ ઢોળ્યાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics