STORYMIRROR

Pratiksha Pandya

Classics Inspirational

4  

Pratiksha Pandya

Classics Inspirational

મોંઘી સંપદા

મોંઘી સંપદા

1 min
303

હરીભરી વસુંધરા ગામની મોંઘી સંપદા,

વૃક્ષવાડી લીલી, છાંય એની મોંઘી સંપદા.


ઘર નાના રૂપકડા, એ મોહે મનને ભરી,

વૃક્ષ છાંયો રક્ષતા,શીતળ શોભી સંપદા.


શાંતી અનુપમ ભારી,અહીં ઉરને તો ધરી,

રઢિયાળા ગામે, જનહેલી ભોળી સંપદા.


જનરેલા વ્હે શહેરે જંગલો સિમેંટ ઓઢી,

ઊભી ઈમારતો આભે, લોક મોહી સંપદા.


કેવાં ગામ, કેવાં શહેર હૈયે વસે શું લોભી ?

સભ્યતા, સંસ્કાર સાચા, કાળે જોતી સંપદા.


વિસરે મૂલ્યો પ્રજા મોહજાળમાં જો ફસાઈ,

પ્રાચીન સંસ્કૃતિ ભાન ભૂલી રોતી સંપદા.


શુદ્ધતા, નિસર્ગ ને ઉલ્લાસનો જો હો સંગમ,

હો ગામ  કે શહેર, બધે કિલ્લોલી સંપદા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics