Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Classics Inspirational

4  

Pratiksha Pandya

Classics Inspirational

સર્જન પરમનું

સર્જન પરમનું

1 min
427


સંસારના પૈડાં જ બે નરનાર શોભત એ સદા,

નારી વિના સંસાર છે  ફિક્કો ધરોહર એ સદા.


નારી વિનાનું જગ વધી ના તો શકે આગળ કદી,

અમૃત થઈ સીંચે લતા  પરિવારની ઘર એ સદા.


છે ઘરનો મોભ,ન એ તો પાયો પણ સદા ડગમગ થતો,

નર સાથ જો હો નાર તો સંસાર ય સુભગ એ સદા.


છે  શક્તિનો સ્તોત્રે  સદા સંસાર  સ્નેહે  જીરવી,

ઇતિહાસ મ્હી વીરાંગના સૌ જોમ સોહત એ સદા.


જળ, સ્થળ, નભમાં યે સફળ થાતી જે વણથંભી ધરી,

સંસાર રથ ય ધપાવતી સર્જક તો સુંદર એ સદા.


નારી  ખરી  નારાયણી, સંસાર  સૌ  પાઠો  ભજી,

સર્જન પરમનું શોભતું જગમાં  મનોહર એ સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics