STORYMIRROR

Deepak Trivedi

Classics

3  

Deepak Trivedi

Classics

વિરહિણી ગીત

વિરહિણી ગીત

1 min
27K




ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ..... રામૈયારામ

આદશ - ઓદશ ચણોઠડીના ગોટા ચારેકોર રે .... રામૈયારામ

ઘરચોળાંના દેશમાં રે ઊગ્યા શુકનગીત;

ઠણકું ખાતાં વાલમા આડી આવી ભીંત!


તડકાની પાંસળિયે ફૂટ્યાં ગલગોટાના પ્હોર રે....રામૈયારામ

મારામાંથી બહાર કૂદતો ધ્રુજે થરથર મોર રે .... રામૈયારામ

મારા મઘમઘ શ્વાસના ફૂટેલાં ઓછાડ;

ચકલી ભીની ચીસનાં હાંફે પહાડે- પહાડ!


ઉઘાડા કંકણની ફરતે બાંધો રેશમદોર રે....રામૈયારામ

સાંજ ઢળ્યે ઉઘાડ આભમાં માલીપા ઘનઘોર રે ....રામૈયારામ

ઝરમર ચંદનતલાવડી કાંઠે ઊગ્યા ગુલમહોર રે ..... રામૈયારામ!


Rate this content
Log in

Similar gujarati poem from Classics