STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

તમને જોતાં વેંત

તમને જોતાં વેંત

1 min
437


તમને જોતાં વેંત જ મારી વાણી જાયે થંભી,

કરું ઉપાય અનેક છતાં ના વાત શકું આરંભી;

આંસુ પ્રવાહો આંખે ચાલે, પ્રાણ ધડકતો મારો,

અનંત સુખ સાંપડતાં મારો મટી જાય શ્રમ સારો.

મંગલ સુખનું દર્શન કરતાં હૈયું હરખી જાય,

ભાવ વિભોર બનીને ઉછળે, સ્હેજ સમાધિ થાય;

યોગ સાધના તપ ને વ્રતનું ફળ મળતું મુજને,

તીરથનો મહિમા ફેલાયે, પુલકિત થાય તને.

‘પાગલ’ પ્રાણ પ્રસન્ન બનીને પૂજા કરે તમારી,

રોમ રોમમાં અનુરાગ તણી ખીલી ઊઠે ક્યારી;

એ ઉત્સવની તોલે કોઈ ઉત્સવ ખરે ન આવે,

કો’ બડભાગી જન એ પાવે, કો’ બડભાગી ગાવે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી'માંથી)

 


Rate this content
Log in

Similar gujarati poem from Classics