STORYMIRROR

Nisha Nayak

Classics Inspirational

4  

Nisha Nayak

Classics Inspirational

મારું ગામ

મારું ગામ

1 min
420

ગામને પાદરે રૂડી વડલાની છાંય,

કોકિલા ગીત મીઠાંને મધુરા ગાય.

બેઠા વડીલો ઓટલે વળીને ટોળે,

દૃશ્ય એવું સર્જાય ગામને ભાગોળે.


 સખી સહેલીઓ પાણીડાં જાય,

છનછન ઝાંઝરના રૂડા સૂર રેલાય.

ગૌ ધન લઈ ગોવાળો હેલી હંકારે,

સખાની ટોળીઓ રમવા લલકારે.


દૂધ ને માખણની ઊડતી છોળો,

ગરબાની હલકે ગુંજતી રે પોળો,

રાસ તણી રમઝટ ભૂલીને ભાન,

એવું છે રળિયામણું મારું તે ગામ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics