STORYMIRROR

Pallavi Gohel

Classics Others

4  

Pallavi Gohel

Classics Others

શબ્દરૂપે ઉડે રંગ

શબ્દરૂપે ઉડે રંગ

1 min
408

શબ્દરૂપે ઉડે રંગ સંવેદનાનાં પૃષ્ઠભૂમિ પર,

નિત્ય બની ગીત,ગઝલ, ને વાર્તાની ધરી પર.


મેઘધનુષી વિચારોનાં ગગનમાં વિહરતું મન,

કવન બની ગુંજતું હર હૈયાનાં અધરો પર.


હ્રદયનાં ભીનાં સ્પંદન સંગે રંગાતું હરક્ષણ,

નીતનવાં સાંચામાં ઢાળી પથરાતું પુસ્તક પર.


જાણ્યાં, અજાણ્યાં પ્રસંગોનું ભરીને ભાથું,

ઈતિહાસ બની નિશ કંડારાતું પાષાણો પર.


દિલની સંવેદનાને પહોંચાડી દિલ સુધી નિષ્પક્ષ,

બની કહાની વ્યક્તિગત અશ્રુ બનતાં આંખો પર.


નીતનવા રંગો ભરી જીવન મહીં છલકાતાં,

મૌન છતાં ભરી બેબાકી ગુંજતાં હ્રદય પર.


મનથી મનનાં તાંતણે ગૂંથાઈ જતાં પળવારમાં,

મન શબ્દ રંગો સંગે ઉડે વિના પાંખે ગગન પર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics