હૈયા હરખાવે રંગ કેસુડો
હૈયા હરખાવે રંગ કેસુડો
યુવાન હૈયાનો રંગ આ કેસુડો
પ્રેમરંગથી ચિતરાયો આ કેસુડો,
હૈયે જામી છે આજ મોસમ રંગોની
રંગ છૅ મુજ વહાલમના પ્રેમનો કેસુડો,
ફાગણની ફોરમને હોળીની ખુશીઓ
આનંદ અઢળક લઈ આયો રંગ કેસુડો,
મલકે છે મુખડા ને છલકે છે હૈયા
આજ જોબનીએ છલકાયો રંગ કેસુડો,
હૈયાના હેતથી આ હોળી વધાવીએ
‘રાજ' ઉર આનંદ છલકાવે રંગ કેસુડો.

