Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

4.6  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

હા તું એ જ છે

હા તું એ જ છે

1 min
360

આંખોમાં ડૂબાડે છે ને પાંપણે સજાવે છે,

મદમાતો દરિયો કે પછી છે તું ચિત્રકાર !

વરસે છે મેહુલિયા સમ ને તરસે પણ મારે છે,

ચોમાસુ થઈને આવે કે પછી કહું દુકાળ !

મહેંકે સમ રજનીગંધા કદી પ્રસ્વેદે પસારે છે,

ફોરમ તું ફૂલડાંની કે મહેનત છે અપાર !

વહેતી સરિતા વળી સરોવર સમ પણ ભાસે છે,

નિર્મળ અંતર કે પછી અટવાતો વિચાર !

વિયોગે તડપાવે છે ને મળવા પણ આવે છે,

છે તું પ્રિયતમા કે દિસતું ઝાંઝવા નીર !

હમણાં ધબકે ને પળવારમાં અચેત જણાય,

રુદિયું તું મુજનું કે આવી અંતની કગાર !

હવે ઓળખી, હા તું એ જ છે ઓ જિંદગી,

સૂરજ સમ ચમકે ને વળી ઓઢે અંધકાર !

આંખોમાં ડૂબાડે છે ને પાંપણે સજાવે છે,

મદમાતો દરિયો કે પછી છે તું ચિત્રકાર !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract