STORYMIRROR

Rajdip dineshbhai

Abstract Inspirational

3  

Rajdip dineshbhai

Abstract Inspirational

ગુલામીના વિચારોથી આઝાદી લઈએ

ગુલામીના વિચારોથી આઝાદી લઈએ

1 min
109

બંધ પીંજરાના પક્ષીને આઝાદ કરીએ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


અંધારામાં પણ દીવડાનો પ્રકાશ કરીએ 

મનમાં પણ કોઈનાં પ્રત્યે ભેદભાવ ન રાખીએ 

ન ઊંચ કે નીચની વ્યાખ્યામાં પડીએ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


ઘરે ઘરે જઈને એક જ વાત કરીએ 

આઝાદીનો પરચો લહેરાવી ચાલ 

ગુલામીના વિચારોને નાબૂદ કરીએ 

મનમાં બધા માટે સમાન ભાવના રાખી 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


વિતેલા સમયને યાદ કરી 

વિખવાદોને મનમાંથી કાઢી દઈએ 

ગુલામી એટલે તો અંધારું તો ચાલ

તેમાં થોડો ઉજાસ કરીએ 

મનમાં બસ આઝાદીના વિચારો લઈ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


મનમાં ન હોય ગુલામી ના વિચાર 

તો કેમ રાખે છે આ અત્યાચારીઓથી ડર યાર 

ગુલામીના વિચારોથી મુક્ત થઈ 

ચાલ આઝાદ આઝાદ રમીએ 

બંધ પીંજરાના પક્ષીને આઝાદ કરીએ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


અંતે તો એક જ કે મનમાં આઝાદીનો ધ્વજ 

લહેરાઈએ,

ગુલામી ગુલામીમાં રહીને ખુદને ક્યાં સુધી મારીએ

બંધ પીંજરાના પક્ષીને આઝાદ કરીએ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ,


ગુલામી તો મનની હોય, ફોનની હોય ને અંતે 

માણસની પણ હોય 

દોસ્ત પૂછે મને કે પછી આ આઝાદી શાની હોય ?

મનને મક્કમ રાખી મનને ગુલામ બનાવીએ 

બંધ પીંજરાના પક્ષીને આઝાદ કરીએ 

હાલ, ભેરુ ગુલામીના વિચારોથી મુક્તિ લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract