STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

ગોકુળિયું

ગોકુળિયું

1 min
525

નાનું મજાનું મારું, ગોકળિયું ગામ છે. 

રૂડુંરૂપાળું એનું રૂપગઢ નામ છે. 

આજ મારા હૈયે, હરખ ના માય. 

ગાવા છે આજ મારે ગામડાના ગાન. 


લીલા લીલા ઝાડપાન, ગામમાં લહેરાય છે. 

ઝાડવાથી શીતળ મીઠો વાયરો વાય છે. 

 પરોઢિયે પંખીનો કલરવ સંભળાય.....

ગાવા છે.... 


મારા તે ગામમાં નાની નિશાળ છે. 

રમવા માટેનું ચોગાન વિશાળ છે.  

 હોંશે હોંશે બાળકો ભણવાને જાય...... ગાવા છે.... 


ગામના પાદરે વૃદ્ધ વડલો શોભે છે. 

વટેમાર્ગુ આરામ કરવા થોભે છે. 

  બાળકો વડવાઈએ હિંચકા રે ખાય...

ગાવા છે.... 


ચોમાસે ગામમાં નદી-નાળા છલકાય છે. 

સીમ શેઢાં લીલા પાકથી લહેરાય છે. 

  ગોવાળો ઢોરોને ચારવા લઇ જાય....

ગાવા છે.... 


ગામનું તળાવ મારું લાગે રળિયામણું. 

તળાવની પાળે શિવ મંદિર સોહામણું. 

  સવાર-સાંજ શિવ લહેરી સંભળાય..... ગાવા છે.... 


અહીં ગ્રામ્ય પરમ્પરા ને સંસ્કૃતિના જોટા છે. 

અહીં ઘર નાનાં પણ મન મોટા છે. 

  ગ્રામ્ય ધરામાં સુખી જીવન જીવાય.....

 ગાવા છે આજ મારે ગામડાના ગાન. 



Rate this content
Log in

Similar gujarati poem from Classics