STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

GKઅંતાક્ષરી 01

GKઅંતાક્ષરી 01

1 min
424

એક નવો પ્રયોગ : સામાન્યજ્ઞાનને ગાતાં-ગાતાં યાદ રાખી શકાય તે માટે આ જોડકણાંની રચના કરી છે. તે પણ અંતાક્ષરીસ્વરૂપે. તો જોડકણાં ગાઓ, અંતાક્ષરી રમો અને સામાન્યજ્ઞાનની માહિતી મેળવો... કુલ ૧૭૬ જોડકણાં છે.

નોંધ : આ જોડકણાંની બધી માહિતી ભારતને લાગુ પડે છે.


ભારતમાં સૌથી મોટું

(૧)

પર્વત મોટો હિમાલય,

        એ ભારત દેશનો તાજ;

ગણાય છે અભેદ દીવાલ,

        કહેવાય તે નગાધિરાજ.

(ર)

જયઘોષ ગૂંજતો રહે છે,

        ઊંચું મંદિર તુંગનાથ;

રામેશ્વર મંદિર પ્રખ્યાત,

        લાંબી પરસાળ તેનો સાથ.

(૩)

થરપારકરનું રણ મોટું,

        જે સમાવે ભારત ને પાક;

શિખર ઊંચું કાંચનજંઘા,

        ચડે ખંતીલાં વગર થાક.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy