STORYMIRROR

kusum kundaria

Children Drama Tragedy

3  

kusum kundaria

Children Drama Tragedy

ગઝલ. આભની ઉપર..

ગઝલ. આભની ઉપર..

1 min
604


ગાગાલગા લગાલલ ગાગાલગા લગા.

મઝારીઅ અખરબ છંદ.



લો આ ચગી પતંગ, અહીં આભની ઉપર.

કેવી ઉડે અજાણ, આભની ઉપર!


કાપે ન એ કદી ખગની પાંખ જાણજો,

એનોજ હક ખરો જો, અહીં આભની ઉપર.


ના એ સુણાવશે દુ:ખ, મૂંગા મરી જશે,

કાં તો કપાય પાંખ, અહીં આભની ઉપર.!


આનંદ કાજ કાન બહેરા ન રાખજો,

ચીસો હશેજ દર્દની, અહીં આભની ઉપર.


લૂંટો તમે ખુશી બસ બેધ્યાન ના થશો,

કલરવ રહે સદાય, અહીં આભની ઉપર.


પૃથ્વી પછી અહીં પણ ના હોય જો જગા,

કેવી થશે તબાહી અહીં આભની ઉપર.


આસ્થા હશે અખંડ વળી આપની સદા,

તું જો હશે ખુદાય, અહીં આભની ઉપર.


Rate this content
Log in

Similar gujarati poem from Children