STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Others

3  

Vrajlal Sapovadia

Abstract Others

ઘર બદલતાં

ઘર બદલતાં

1 min
32

સાલો વીત્યે હવેથી, નવ ઘર તરફે, જાવું ભારે દિલેથી 

જોયાં એકેક ચીજે, વરસ સરસના, ગાળ્યાં આનંદેથી,


જુનો કેવો કબાટે, અમ હૃદય પરે, ભાવ જાગે સહેજે 

બોલ્યો મારે પણે, તમ નવ ઘરમાં, ભાગ રાખી લગીરે,


આશા રાખી તમોને, અમ જન ગણતાં, ખાતરી આપવાની 

છોડો તો સોગંદ છે, સબ ઘરવખરી, દેહ ત્યાગી જશે રે,


ભાગીદારી કરીને, નૂતન વચનથી, આજ પીછો કરીને 

ભાઈબંધો સજોડે, રમત ગમતનાં, પાછલાં દાવ દેવાં,


બાકી છે તે પુરાણા, અરસપરસનાં, મોજ માટે રમીને 

ત્યાં તો બોલે વળીને, રડમસ નયને, ઓસરી મારુ જોજો,


કેમે આવી શકાશે, જનમ જનમથી, અંગ મારાં બહેરાં 

મેળાપી કોઈ મારે, વતન જગતમાં, કોઈ રાખ્યો નથી મેં,


બોલી જયારે દિવાલો, નરમ વદનથી, જાવું માંડી રખાવ્યું  

સાલો વીત્યે હવેથી, નવ ઘર તરફે, જાવું ભારે દિલેથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract