Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.9  

'Sagar' Ramolia

Comedy

ગગાને કોણ સમજાવે

ગગાને કોણ સમજાવે

1 min
556


ગગાને માન્યામાં ન આવે, ગગાને કોણ સમજાવે !

નેતા થવાનાં સપનાં સતાવે, ગગાને કોણ સમજાવે !


હા, જી હા ! કરતા ચમચા આગળ-પાછળ ચાલે,

એને જલ્સા કેમ કરાવે ? ગગાને કોણ સમજાવે !


મોંઘુદાટ ભોજન ને માથે ડ્રાયફ્રુટ મુખવાસ,

અપચા પેટે કેમ પચાવે ? ગગાને કોણ સમજાવે !


મોંઘી મોંઘી હોટલો ને લકઝરીયસ એના રૂમ,

શરદીના કોઠે કેમ ફાવે ? ગગાને કોણ સમજાવે !


મોંઘા ચશ્મા, મોંઘી પેન ને ડિઝાઈનર કપડાં,

પાતળું તન કેમ શોભાવે ? ગગાને કોણ સમજાવે !


લકઝરીયસ કારના જમેલામાં મસ્ત બની ફરે,

એમાં કેટલું પેટ્રોલ પૂરાવે ? ગગાને કોણ સમજાવે !


સ્વીસ બેંકમાં ખાતું રાખે, મફત વિદેશી સેર કરે,

આદર્શી ગગો નાણું ક્યાંથી લાવે ? ગગાને કોણ સમજાવે !


શેર-સટ્ટો ને કૌભાંડોની રેસમાં આગળ ભાગે,

ભોળો ગગો કેમ ચાંચ ખૂપાવે ? ગગાને કોણ સમજાવે !


મોંઘી-મોંઘી મિલ્કતો, ‘સાગર’ મોંઘાં છે રહેઠાણ,

ડરેલો ગગો સપનું ભગાવે, ગગાને કોણ સમજાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy