ગૌરવ ગુજરાતનું
ગૌરવ ગુજરાતનું
ભારત ભૂમિનું ન્યારું ન્યારું ગૌરવ છે ગુજરાતનું
ગરવો ગઢ ગિરનાર શોહે ગૌરવ છે ગુજરાતનું,
ખળ ખળ વહેતી નર્મદા તો ગૌરવ છે ગુજરાતનું
જંગલ ખીણને ઉપવન તો ગૌરવ છે ગુજરાતનું,
વિશ્વના નકશામાં સુંદર ગૌરવ છે ગુજરાતનું
ખૂણે ખૂણે વેપારીજન ગૌરવ છે ગુજરાતનું,
ઇતિહાસની શૌર્ય ગાથા ગૌરવ છે ગુજરાતનું
દાતાઓને શૂરવીરો તો ગૌરવ છે ગુજરાતનું,
બાપુને સરદાર મારા ગૌરવ છે ગુજરાતનું
આઝાદીના લડવૈયામાં ગૌરવ છે ગુજરાતનું,
સંતો ભક્તો મહાત્માઓ ગૌરવ છે ગુજરાતનું
સખાવત ને સદાવ્રતમાં ગૌરવ છે ગુજરાતનું,
ગરબે ઘૂમતા ખેલૈયાઓ ગૌરવ છે ગુજરાતનું
સંસ્કૃતિ ને કળા કૌશલ્ય ગૌરવ છે ગુજરાતનું,
કવિ લેખકને સર્જકો તો ગૌરવ છે ગુજરાતનું
સાહિત્યની સરવાણી તો ગૌરવ છે ગુજરાતનું,
મંદિર મસ્જિદ ગીરજાઘર ગૌરવ છે ગુજરાતનું
કૃષિ ક્ષેત્રે જગ તાત તો ગૌરવ છે ગુજરાતનું,
'વાલમ' પણ ભૂલો પડતો ગૌરવ છે ગુજરાતનું
ગુર્જરની આ અમર કહાની ગૌરવ છે ગુજરાતનું.
