ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી
ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી


ન રહી આગ સામ્રાજ્યની કોઈમાં સળગતી,
કે ન રહી જ્યોત પ્રજ્વલિત આઝાદીની અલગથી...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
ચસકો લાગ્યો સહુને વિદેશી ચીજ વસ્તુનો,
દેશી વસ્તુઓ હવે ક્યાં કોઈને થોડીય ગમતી...
સત્ય, અહિંસાનું બ્યુગલ કે વાંસળી હવે ન કોઈ મુખે ધરાતી...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
ઘર ઘર હતાં માટીનાં ચૂલા, હવે મળશે ઇલેક્ટ્રિક ગૅસ અપ્લાયન્સ,
ઘર ઘર ભ્રષ્ટાચાર જન્મતો, ગલી ગલી ભટકતો,
રાજા પ્રજા બંનેની મેળજોલની સત્તા ન્યારી
રૂંધાશે શ્વાસ તારો ગાંધી, ઉછીનો કે ન મળશે વેચાતો...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
કીડીયારું ઉભરાતું ઠેર ઠેર વગર કારણે દેશમાં,
ધક્કા ખાવા પડશે તારે બસ, ટ્રેન કે વિમાનમાં
ઠેકવી એકબીજાને નીચે, ઉડાન ઊંચી ભરતો હર એક માનવી...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
નિરાંત નથી કે નથી સંતોષ હૈયે કોઈને, લાલ રક્તધારી બેપગા પાસે,
બે ટંકનું જમવા કાજે લૂંટે તિજોરી બેંકની સ્વિસ હોય કે દેશી રાતે ને દિવસે...
ડંડો જ્યાં બતાવે હવે છાત્ર શિક્ષકને બાપની કાળી કમાણીનાં દમ પર
મનમાની કરી જાણે ધનવાન પૈસા, દાદાગીરીના જોરે...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
સહનશક્તિની કમતરતા હવે જણાઈ રહી છે ચારેકોર,
જે સં
દેશ તું આપી ગયો એ વેચાઈ રહ્યો ભરબજાર,
મોંઘવારી ને બેકારી દરવાજા હર ઘરનાં ઠોકે વારંવાર,
ડિગ્રીધારી દરબદર ભટકે, અભણ સત્તા ચલાવે ત્રણ ચાર,
ખાદી ત્યજી, જીન્સ, જેકેટની ફેશનને દિલથી આવકાર...
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
હરિજનને લગાવી ગળે, કર્યું હશે પુણ્યનું તેં કામ,
હિંદુ-મુસ્લિમમાં ભાઈચારો કેળવવાનું ભૂલ્યા તારાં જ ભક્તો તમામ...
તીસ જનવરી આપી દીધું એક મારગને તારાં મરણાંતે નામ...
પણ, આદર્શ તારાં એકેય કેમ કોઈ જીવતું નથી સુબહ-શામ !?!
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
સંસદે લડનારા મેદાને રણછોડ બની મેડલ ચોંટાડે,
લાલકિલ્લા પર ધ્વજ ફરકાવી 'સ્વદેશી'નાં નારા ય લગાવે,
સ્ત્રીનું શીલ કરી ભંગ, સરેઆમ તાળીઓ વગાડે,
ભલું કરનારાને ફાંસીએ ચઢાવી પીઠ પાછળ જયજયકાર કરાવે,
બસ હવે, સરદાર, ટિળક, બોઝ ને ભગતસિંહ એકવાર આવી જુએ..
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...
ગુંડારાજને પીઠબળ આપી, સત્તાને હથેળીએ નચાવે,
ડિફેન્સમાં એજ જોડાય જવાન જે, રીશ્વત ખવડાવે...
ગાંધી, બલિદાન આવી ધરા પર તો નહીં હોય ક્યારેય ચાહ્યું તેં !!
ઈશ્વર એક, લાલ રક્ત એક તો, માણસાઈ એક કેમ સૌ ન જીવે...
સારું જ થયું તું નથી નહિંતર, દીધો હોત તેં જીવ વગર વાંકે
કેમકે, ગાંધી રહી નહીં આ ભૂમિ શેષ તારી...