એલિયન કહે માનવીને
એલિયન કહે માનવીને
એક દિવસ પૃથ્વી પર ભૂલો પડ્યો એલિયન
જોઈ માનવીની આદતો હેરાન થઈ ગયો એલિયન
ભાઈઓને આપસમાં લડતા જોઈ બોલ્યો એલિયન
નસીબદાર છો તમે મળ્યું તમને કુટુંબ
સંભાળી રાખો તમારું કુટુંબ
દુઃખ દર્દમાં પણ એજ સાથ આપશે
હાથ તમારો એજ પકડી રાખશે
કરો તમે એનું જતન
જોઈ પ્રદૂષિત પૃથ્વીને એલિયન કહે માનવીને
ચેતી જા હજી છે સમય
રાખ થોડો તું વિનય
પૃથ્વીને પ્રદૂષિત નાં કરો અતિશય
તમારું જીવન બની જશે વ્યથામય
જીવનના દરેક તબક્કે મળશે પરાજય
એલિયન કહે માનવીને
નદી દરિયાને પવિત્ર રાખ
તારી મહેનતનુંજ ફળ ચાખ
એક દિવસ બની જઈશ તું રાખ
એલિયન કહે માનવીને મારા ટેકનોલોજીના પાવર કરતા
તારી કુદરતી શક્તિનો ભંડાર અપાર
તું રાખ તારા સારા આચાર વિચાર
આપશે કુદરત પણ તને સહકાર
બની જશે તારા જીવનનો સુંદર આકાર
