STORYMIRROR

bina joshi

Drama

3.4  

bina joshi

Drama

એક વર્ષ

એક વર્ષ

1 min
142


હસતાં મોઢે નીકળી ગયું એક વર્ષ, 

રમતાં રડતાં પડતાં નીકળી ગયું વર્ષ, 


ભગવાન પાસે માગ્યું ન છતાં મળ્યું, 

આમ જ નીકળી ગયું ફરી એક વર્ષ, 


માતા-પિતાની છત્રછાયામાં ખુશીથી, 

આમ હસતાં નીકળી ગયું એક વર્ષ, 


નવું નવું શીખવાની શરૂઆત કરતાં, 

આમ જ નીકળી ગયું ફરી એક વર્ષ, 


મિત્રોના સદા દુઃખમાં ભાગીદાર બનતાં

હસતાં મોઢે નીકળી ગયું ફરી એક વર્ષ.


Rate this content
Log in