એક મરદ ખાખી ધારી
એક મરદ ખાખી ધારી
કાળ કોરોના વસમી વેળા,
ઘર પૂરાયા સૌવ કોઈ,
એક મરદ ખાખી ધારી,
વિચરે સડક પર જવાબદારી લઈ,
મારે પણ ઘર પરિવાર,
વિડંબણા એને પણ થઈ,
ફરજ મારી દેશ હીત,
સ્વથી પર, લોકરક્ષા લઈ,
દિ' જોયા ના રાત જોઈ,
ફરજ કાજ નિષ્ઠાથી લઈ,
ફરજ મારી લોકકલ્યાણ,
નિભાવી મેં લોહી દઈ.
