એક જ તું
એક જ તું
અજાણ છે, છતાં જાણું તને
અદ્રશ્ય છે છતાં પામું છું તને,
વિશ્વાસ નથી, છતાં રાખું છું તને
અધિકાર નથી, છતાં નમું છું તને,
તું દરિયો છે, છતાં માપુ છું તને
તું પ્રેમ છે, છતાં વિચારું છું તને,
તું પડછાયો છે, છતાં માનું છું તને.
