માત્ર પુલ નથી તૂટ્યો
માત્ર પુલ નથી તૂટ્યો


માત્ર પુલ નથી તૂટ્યો...
લોકોનો ભરોસો પણ તૂટ્યો છે.
માત્ર પુલ નથી તૂટ્યો ..
કોઈ માની મમતાનો તાર તૂટ્યો...
નાની બાળનો પાલવ છૂટ્યો..
કોઈ વૃદ્ધ બાપનો આધાર તૂટ્યો ..
કોઈનો અધવચ્ચે સંગાથ તૂટ્યો..
કોઈકનાં ઘર તૂટ્યાં, તો કોઈકના સપનાં તૂટ્યાં.
કોઈની બહેન તો કોઈના ભાઈ વિસર્યા.
આ માત્ર પુલ ન હતો, હજારો વર્ષોનો ભરોસો હતો.