STORYMIRROR

kiranben sharma

Abstract

3  

kiranben sharma

Abstract

એક હું

એક હું

1 min
195

એક હું, ને એક મારી વાતો..

મને જ ના સમજાતી મારી વાતો,


ક્યારેક બધું કહેતી, ક્યારેક બધું સંતાડતી,

એક હું ને એક મારી વાતો,


વર્ષો થયા ખુદને મળ્યાને, 

છતાંય ના સમજાતી મને મારી વાતો,


ઘણું સતાવતી, લાગણી વરસાવતી, મારી વાતો,

ના કહેતી પણ છતાં સમજી જતાં મારી વાતો,


મને સમજાવતા, પણ ના સમજાતી મારી વાતો,


નાદાન મન આ કેમ કરી સમજે,

એને સમજાવી સમજાવી થાકી,

એક હું .. ને એક મારી વાતો,


આકાંક્ષા, અભિલાષા અને મહત્વકાંક્ષાની વાતો,

પ્રેમની, લાગણીની, ભાવનાથી તરબોળતી વાતો,


ક્યારેય હસતી, રમતી, ખેલતી વાતો. 

ક્યારેક ડરતી, રડતીને, શરમાતી વાતો, 

  

આટલી,આટલી વાતો પણ ના સમજાતી વાતો.. 

એક હું .. ને એક મારી વાતો,


આશા, નિરાશા અને સાહસની વાતો,

પરદુઃખે, દુઃખની વાતો..

ને પરસુખે સુખની વાતો..


કેમ કરી બધાને સમજાવું ? 

મને ના સમજાતી મારી વાતો . . .


એક હું ને એક મારી વાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract