એક એવું વચન
એક એવું વચન
એક વચન આપ્યું દશરથે કૈકેયી ને,
થઈ ગયો રામ - સીતા નો વનવાસ,
એક વચન આપ્યું સીતાએ રામને,
કર્યો પતિની સાથે વનમાં નિવાસ,
એક વચન આપ્યું લક્ષ્મણે રામને,
થઈ ગયો ઉર્મિલાથી દૂર એનો સહવાસ,
એક વચન આપ્યું રાવણે શૂર્પણખાને,
લઈ ગયો સીતા ને લંકા પોતાની પાસ,
એક વચન આપ્યું હનુમાને રામને,
કરી દીધો સોનાની લંકાનો સર્વનાશ,
એક વચન આપ્યું રામે સીતાને,
કરી દીધો અધર્મી રાવણનો સર્વનાશ,
એક વચન આપ્યું રામે પ્રજાને,
ત્યાગ્યા સીતાને સાંભળીને ધોબીનો કંકાસ.
