Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

એક ડાળ

એક ડાળ

1 min
163


એક ડાળ મને ખૂબ ગમતી હતી,,

હવાની લહેરખી સાથે શરાબીની જેમ ઝૂમતી હતી,


ફૂલોને પ્રેમથી એ ચૂમતી હતી,

એક ડાળ મને ગમતી હતી,


હતી ફૂલોથી ભરપૂર તોયે એ નમતી હતી,

ના હતું કોઈ સુંગંધ નું અભિમાન એટલે મને ગમતી હતી,


પાનખરે એ ફરિયાદ વગર એ ખરતી હતી,

ફૂલો ને બેપનાહ પ્રેમ એ કરતી હતી,


એટલે જ ફૂલોની જુદાઈથી એ ડરતી હતી,

જ્યાં વ્હાલ મળે ત્યાં ઢળતી હતી,


રોજ મારા ઝરૂખે મને મળતી હતી,

હરેક ફૂલો સાથે એ ભળતી હતી,


ફૂલોનો ભાર એ ખમતી હતી,

એટલે જ ડાળી મને બહુ ગમતી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy